મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ


SHARE





મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓના સુચારૂ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન કલેક્ટરએ વિવિધ નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને મેનપાવર મેનેજમેન્ટ, ચૂંટણી સ્ટાફની તાલીમ, ઇવીએમ (EVM) વ્યવસ્થાપન અને મતદાન મથકો પરની પ્રાથમિક સુવિધાઓ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અને કલેક્ટરએ દરેક નોડલ અધિકારીને તેમના વિભાગ હસ્તકની જવાબદારીઓ અનુસાર કામગીરી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, વિવિધ નોડલ  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News