મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ


SHARE





મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ

મોરબી તાલુકાના ઘુુંટુ ગામે ભંગારનો ડેલો ચલાવતા પરીવારનો યુવાન ત્યાંથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવેલ છે. સામાકાંઠે માળીયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં રહેતા અલીમહમદ દાઉદભાઈ પાયક જાતે ઘાંચી (53) ઘુંટુ ગામે સરકારી દવાખાનાની પાસે ભંગારનો ડેલો ચલાવે છે.તા.1-4-26ના રોજ રાત્રીના આઠેક વાગ્યે તેમનો દિકરો રિયાઝભાઈ (ઉ.વ.27) ઘુંટુ ગામે ડેલા ખાતે કામકાજ માટે ગયો હતો. જે મોડે સુધી પરત ફર્યો નહોતો. તેથી ઘરમેળે તપાસ કર્યા બાદ અંતે અલીમહમદભાઈ પાયકે તાલુકા પોલીસ મથકે પુત્ર રીયાઝ ગુમ થયો હોવાની જાણ કરી હતી. હાલ ગુમસુધા નોંધ દાખલ કરીને સ્ટાફના નંદરામભાઈ મેસવાણીયાએ યુવાનની શોધખોળ શરૂ કરેલ છે.

વાહન અકસ્માત
 મયુર પુલ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલ રમેશ જગદીશભાઈ નકુમ (31) રહે. ગાયત્રીનગર મોરબીને સારવારમાં ખસેડાયો હતો. જયારે માળીયા હાઈવે કાવેરી સિરામીક પાસે રહેતા શામજીભાઈ હિરાભાઈ પરમારને રાજ હોટલ પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા.તેમજ ભડીયાદ રામાપીરના ઢોરા પાસે રહેતા પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા (40)ની ઉપર દિપકભાઈએ રીક્ષા ચડાવી દેવા પ્રયાસ કરતા ઈજા પામેલ હોય સારવાર માટે લઈ જવાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબી રોહિદાસપરામાં રહેતા યુનુસભાઈ સુમરા (47)ને છાતીમાં દુ:ખાવો ઉપડતા 108 વડે સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે અકસ્માત બનાવમાં ઈજા થતા હવાબેન ઈસુફભાઈ મોવર (55)ને સારવાર માટે ખસેડાયા હતા. આંદરણા ગામ નજીક કેનાલની પાસે બાઈક આડે અચાનક રોજડુ (જંગલી પ્રાણી) આડુ ઉતરતા બાઈકમાંથી પડી જતા દિલીપભાઈ રવજીભાઈ માકાસણા (45) રહે. ચરાડવાને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. તેમજ લાલપર ગામે પાવર હાઉસ નજીક રહેતા મોહનભાઈ જીવણભાઈ કુંવરીયા (45) ઉંચાઈએથી પટકાતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા
 ઉંચી માંડલ નજીક રહેતા અર્જુન નરેન્દ્રભાઈ રાજ (32)ને ગામની પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો. જયારે હળવદના જુના દેવળીયા ગામના મુકેશ રાકેશભાઈ કોલી (23)એ કોઈ કારણોસર વાડીએ કોઈ પદાર્થ પી લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.સરતાનપર રોડ કમાન્ડર સિરામીક પાસે રહી મજુરીકામ કરતા જાનકીબેન ધનંજયભાઈ બરાડી (30) કોઈ કારણોસર સિંદુર પી જતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.

બાઈક સ્લીપ
 કોઠારીયા (વાંકાનેર) ખાતેના જવાહર નવોદય વિદ્યાલય પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા વિજય થોભણભાઈ નાકીયા (31) રહે. લજાઈને અત્રેની સાગર ઓર્થો. હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ હતો. જયારે જસદણ-ચોટીલા રોડ ઉપર કાર-રીક્ષા અકસ્માત બનાવમાં ઈજા પામેલ મિતલબેન વાલાભાઈ પરમાર (18) રહે.પાંચવડાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવેલ




Latest News