મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું


SHARE









ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું

ટંકારાના લજાઈ ગામે વાડીએ પાણી વાળતા આધેડ ઇલેક્ટ્રીકના થાંભલા ઉપર ચડીને ત્યાં ઈલેક્ટ્રીકનું કામ કરતા હતા ત્યારે અચાનક તેને ઈલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની મૃતકના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રામરાજસિંહ વિક્રમસિંહ ઝાલા (51) નામના આધેડ ગત તા. 1/2 ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં વેણીયા સીમ તરીકે ઓળખાતી સીમમાં પાણી વાળતા હતા અને દરમિયાન લાઈટના થાંભલા ઉપર ચડીને લાઈટનું કામ કરી રહ્યા હતા અને તેવા સમયે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે થાંભલા ઉપરથી નીચે પટકાતા બેભાન હાલતમાં તેઓને 108 મારફતે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મૃતક આધેડના ભાઈ હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે. લજાઈ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગળેફાંસો ખાતા સારવારમાં

ટંકારાના હીરાપર ચોકડી પાસે નાયરાના પંપ નજીક આવે કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સંગીતાકુમારી રામપ્રકાશ યાદવ નામની ૧૬ વર્ષની તરૂણીએ રૂમમાં ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બેભાન હાલતમાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા વી.કે.ફુલતરિયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.




Latest News