મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ


SHARE































મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ

મોરબીના રંગપર ગામે રહેણાંક મકાનની પાછળના ભાગમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 55 બોટલો મળી આવી હતી જો કે, આરોપી હાજર ન હોય તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે જ્યારે મોરબીના સનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાંથી દારૂની ત્રણ બોટલ સાથે પોલીસે એક આરોપીને પકડીને ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના રંગપર ગામે રહેતા જયેશભાઈજંજવાડીયાના રહેણાંક મકાનની દિવાલની પાછળના ભાગમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને નાની મોટી 55 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15,945 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ ઉર્ફે જય દિનેશભાઈ જંજવાડીયા રહે. રંગપર તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

3 બોટલ દારૂ

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રાધે પાનની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 360 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નૈમિસગીરી યોગેન્દ્રગીરી ગોસ્વામી (22) રહે. ઉમિયા સર્કલ યદુનંદન સોસાયટી શેરી નં-1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

ટંકારાના નેકનામથી રોહીશાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર રાજાનો બંધ તરીકે ઓળખાતી સીમમાં ચેકડેમની પાળ નજીક બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 300 લીટર આથો, ગેસનો ચૂલો વિગેરે મળી આવ્યું હતું જેથી પોલીસે 8,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ ધનાભાઈ લોરીયા (45) રહે. નેકનામ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News