વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો


SHARE





માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા યુવાનને ઈંડા અને મુરઘીની દુકાન હોય જે બાબતનો ખારાખીને સામેવાળાઓએ તેની સાથે બોલાચલી કરીને ઝપાઝપી કરી હતી તેમજ ગાળો આપીને છરી અને ધોકા વડે હુમલો કરીને મારમાર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા અને ઈંડા તેમજ મુરઘીની દુકાન ધરાવતા મહેબૂબભાઈ મુસાભાઇ કાજેડીયા (37)માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોસીન નુરાલી મોવર, ફારૂક નુરાલી મોવર, વલીમોહદ નુરાલી મોવર રહે. ત્રણેય માળિયા મીયાણા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને ઈંડા અને મુરઘીની દુકાન છે જે આરોપીઓને ગમતું ન હતું જે બાબતનો ખા રાખીને ફરિયાદી સાથે બોલોચલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને આરોપી મોસીન મોવરે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા હાથની હથેળીમાં ઈજા કરી હતી જ્યારે ફારૂક અને વલીમહમદે ફરિયાદી સાથે બોલોચાલી કરી હતી જ્યારે અજાણ્યા શખ્સે ધોકા વડે મારમારીને ફરિયાદીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News