મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા


SHARE











વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસેથી એમ.એચ. એન્ટરપ્રાઇઝમાં ગેરકાયદે જવલંતસીલ પ્રવાહીનો જથ્થો મંગાવીને ત્યાંથી બહારથી આવતા ટ્રકોમાં ઇંધણ તરીકે ભરી દેવામાં આવે છે તેવી હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે એલસીબી તથા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 29 હજાર લિટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો જેની કિંમત 23.20 લાખ રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળીને પોલીસે 48.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં સ્થળ ઉપરથી પાંચ શખ્સોને પકડીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન વાંકાનેર તાલુકામાં માલકીયા હોટલની નજીક એચ.એમ. એન્ટરપ્રાઇઝમાં માઈ ઇકો એનર્જી ઇન ડીઝલ નામના પંપનો સંચાલક ગેરકાયદે જ્વલંતસીલ પ્રવાહીનો જથ્થો બહારથી ટેન્કર મારફતે મંગાવીને ત્યાં સ્ટોરેજની ટાંકીઓમાં રાખવામા આવતો હતો અને બહારથી આવતા ટ્રકોમાં તેને ઈંધણ તરીકે ભરી આપે છે તેવી હકીકત મળી હતી જેથી કરીને વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા, એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે મળેલ બાતમી વાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર અજીતસિંહ નવઘણસિંહ જાડેજા રહે. રાજકોટ વાળાના કબજા વાળા એચ.એમ. એન્ટરપ્રાઇઝમાંથી 29,000 લિટર જ્વલંત શીલ પ્રવાહીનો જથ્થો તથા ટેન્કર નંબર જીજે 12 એ ઝેડ 9781 જેની કિંમત 25 લાખ રૂપિયા તથા પાઈપ, ઈલેક્ટ્રીક મોટર, બે મોબાઈલ ફોન વિગેરે મળીને પોલીસે 48,33,500 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને સ્થળ ઉપરથી અજીતસિંહ નવઘણસિંહ જાડેજા રહે. કનકનગર સોસાયટી રાજકોટ, રવિભાઈ દાદભાઈ ધાધલ રહે. નવાગામ સાત હનુમાન મંદિર પાસે રાજકોટ, નરેન્દ્રભાઈ પ્રવીણચંદ્ર જોશી રહે. નવાગામ રાજકોટ, નયનભાઈ મોહનભાઈ મકવાણા રહે. નવાગામ રાજકોટ અને નયનભાઈ વિજયભાઈ વાળા રહે. નવાગામ રાજકોટ વાળા મળી આવ્યા હોય પોલીસે તેને પકડીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News