મોરબીમાં સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલ બે શખ્સ જેલ હવાલે: આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાને પકડવા માટે તજવીજ શરૂ મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન-સ્નેહમિલનનો કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતા પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી ખુશીઓ વહેંચી હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું કાલે પ્રભારી મંત્રીના હસ્તે કરશે ઉદ્ઘાટન મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ


SHARE







મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ 

મૂળ હળવદના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી અને હાલ મોરબીના મકનસર ખાતે મામાના ઘરે આવેલ યુવતી ઘરેથી કામ શોધવા માટે જાવ છું.તેમ કહીને નીકળી હતી અને બાદમાં ગુમ થઈ ગયેલ હોય ઘરમેળે શોધખોળ કરવા છતાં તેણીનો પતો ન લાગતા પોલીસમાં જાણ કરવામાં આવી છે.જેથી તાલુકા પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરબીના મકનસર ગામે મામાને ત્યાં આવેલ કૈલાસબેન ઉર્ફે હકુબેન પ્રવીણભાઈ શીવાભાઈ રાઠોડ (૧૮) મૂળ રહે.ગૌરી ઘનશ્યામપુર તા.હળવદ ગત તા.૨૫-૩ ના સવારે નવેક વાગ્યે કામ શોધવા માટે જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા અને મકનસરથી નીકળ્યા બાદ મકનસર ખાતે પરત ફર્યા ન હોય ઘરમેળે તપાસ કરવામાં આવી હતી.છતાં પણ પતો ન લાગતા કૈલાસબેનના માતા ટીનાબેન પ્રવીણભાઈ રાઠોડ (૩૭) રહે. લીલાપર ગામ પાસે સિરામિક યુનિટના લેબર કવાટરમાં એ પોલીસમાં જાણ કરી હતી.હાલ ગુમ થયેલા કૈલાસબેન રાઠોડને શોધવા માટે તાલુકા પોલીસ સ્ટાફના એ.એચ.પરમાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.




Latest News