મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી


SHARE































મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી

મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટમાં ભાડાની દુકાન ધરાવતા યુવાને 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે તેણે વ્યાજ અને મુદ્દલની રકમ રોકડેથી અને ગુગલ પે થી ચુકવી આપી હતી તેમ છતાં પણ તેની પાસેથી વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તે યુવાનની દુકાને તેની પત્ની હાજર હતી ત્યારે મહિલા આરોપીએ ત્યાં જઈને યુવાનની પત્ની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ વાળી શેરીમાં ધર્મનગર સોસાયટીમાં બ્લોક નંબર 24 ખાતે રહેતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી (27) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયાબેન ખીમજીભાઈ મોરાડીયા રહે. નજરબાગ મફતિયાપરા ભડીયાદ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ આરોપી પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા અને અલગ અલગ તારીખે રોકડેથી 40,000 વ્યાજ ચૂકવી આપેલ છે તેમજ મૂળ રકમ ગૂગલ પે થી ચુકવી આપેલ છે તેમ છતાં પણ આરોપી જયાબેને વ્યાજ અને મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરે છે અને ફરિયાદીની રવાપર ગામે આવેલ કેપિટલ માર્કેટમાં ભાડાની દુકાન છે ત્યાં ફરિયાદીના પત્ની હજાર હતા તેની સાથે આરોપી મહિલાએ બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News