મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા


SHARE













મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીના રસ્તા ઉપર કેનાલની બાજુમાં રોડ બનાવવા માટેની કામગીરી ચાલુ છે અને તે રોડના કામમાં નડતરરૂપ થતા દબાણોને તોડી પાડવા માટેની કામગીરી આજે હાથ ધરાઈ હતી અને પાકા તથા કાચા બાંધકામોને બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવેલ છે. અને આગામી સમયમાં પણ મોરબીમાં કોઈપણ જગ્યાએ સરકારી જમીન ઉપર દબાણ કરેલા હશે તો તેને તોડી પાડવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે

મોરબી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર સમયાંતરે ડીમોલેસનની કામગીરી કરવામાં આવતી હોય છે જોકે હાલમાં ચૂંટણી આચારસહિત અમલમાં હોવાના કારણે ડિમોલેશનની કામગીરી ઉપર બ્રેક લગાવવામાં આવી છે પરંતુ મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલની સાઈડમાં રોડ બનાવવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી લઈને દલવાડી સર્કલ સુધીનો જે રો બની રહ્યો છે તે રોડના કામમાં નડતરરૂપ થાય તે રીતે પાકા બાંધકામ ત્યાં કરવામાં આવેલ હતા જેથી જુદા જુદા આસામીઓ દ્વારા બે ફૂટથી લઈને છ ફૂટ સુધી રોડની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણને તોડી પાડવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મહાપાલિકાનું બુલડોજર પાકા બાંધકામો ઉપર ફરી વળ્યું હતું અને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે વધુમાં મળતી વિગત પ્રમાણે અધિકારીએ જણાવ્યું છે કે આગામી સમયમાં મોરબીના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન ઉપર કોઈપણ વ્યક્તિએ દબાણ કર્યું હશે તો તે દબાણ દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવનાર છે જેથી લોકો સ્વેચ્છાએ સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરે તેવી તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે






Latest News