મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE





મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમ વળતર પેટે ફરીયાદીને આરોપીએ આપવા માટેનો કોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો એવી છે કે, મોરબીની સેલજા સિરામિક પ્રા.લી. મોરબીની કંપનીમાંથી આરોપી મે/એસ ફ્યૂઝન ટાઇલ એન્ડ ફીટીંગ ના પ્રોપરાઈટર ઝાલા જયેશભાઇ જીવાભાઈ રહે. ગીર સોમનાથ વાળાએ ઉધારથી ટાઈલ્સની ખરીદી કરી હતી અને આરોપીએ ફરીયાદીને ૨,૮૮,૨૪૯ નો તા ૨૪/૨/૨૫ નો સહી કરી ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીબેંકમાં જમાં કરાવતા તે ચેક ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો જેથી ફરીયાદીની કંપનીએ ચેક રીર્ટનની લીગલ નોટીસ વકીલ બળદેવ કાચરોલા મારફત આપી હતી જો કે, આરોપીચેક મુજબની રકમ ભરપાઈ કરી ન હતી જેથી કરીને ફરિયાદી તેના વકીલ બળદેવ કાચરોલા મારફત મોરબીની કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરી હતી જે કેસ મહે. એડી. ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરીયાદીના વકીલ બળદેવ પી. કાચરોલાની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ રૂપીયા ૨,૮૮,૨૪૯ ની ડબલ રકમ ૫,૭૬,૪૯૮ ફરીયાદની તારીખથી વાર્ષીક ૯ ટકા ટકાના વ્યાજે સાથે વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ આરોપી વળતર ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે બળદેવ પી. કાચરોલા રોકાયેલ હતા.




Latest News