મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત


SHARE













ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત

મોરબી વીસીપરામાં રહેતી રેશ્માના 13 દિવસ પછી નિકાહ હતા, પણ ત્યાં કાળ આંબી ગયો : ખુશીના અવસરમાં માતમ છવાયો

ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ હતી. જેમાં પોતાના લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય રેશ્મા જામનું મોત નીપજ્યું હતું. મોરબી વીસીપરામાં રહેતી રેશ્માના 13 દિવસ પછી નિકાહ હતા, પણ ત્યાં કાળ આંબી ગયો હતો. ત્યારે ખુશીના અવસરમાં માતમ છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, રેશ્મા ગફુરભાઈ જામ (ઉંમર વર્ષ 18, રહે. મોરબી, વીસીપરા) ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ પોતે પિતા ગફુરભાઈના રિક્ષામાં બેસીને પરિવારજનો સાથે જતી હતી.ત્યારે ટંકારાના હીરાપર ગામ પાસે બંધ ટ્રેક્ટર પાછળ રીક્ષા ઘુસી ગઈ હતી. અકસ્માત થતા રેશ્માને પેટના ભાગે અને શરીરે ઇજા થતા પ્રથમ સારવાર ટંકારા સરકારી હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા દાખલ કરાઈ હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન રાત્રે 1.45 વાગ્યા આસપાસ મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

પરિવારે જણાવ્યું કે, ગફૂરભાઈ જામ (ઉંમર વર્ષ 40)ના ગઈકાલે સવારે પોતાની રિક્ષામાં પત્ની હસીનાબેન (ઉંમર વર્ષ 38), દીકરી રેશ્મા (ઉંમર વર્ષ 18), ગફૂરભાઈની બહેનો  ગુલશનબેન (ઉંમર વર્ષ 38) અને જિન્નતબેન (ઉંમર વર્ષ 35)ને બેસાડી જામનગર કપડાંની ખરીદી કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. તમામને નાની મોટી ઈજા થઈ હતી.

ગફુરભાઈને પગમાં ફ્રેક્ચર થયું જતું. મૃતક રેશ્મા 3 ભાઈ અને 3 બહેનમાં નાની હતી. તા.22 ના રેશ્માના નિકાહ નિર્ધારિત કરાયા હતા.એટલે પરિવારજનો ખરીદી કરવા જામનગર ગયા હતા.એવું પણ જાણવા મળ્યું છે કે, રાત્રીના સમયે સામેથી આવતા વાહને લાઈટ ડીમ ફૂલ કરતા તેનો પ્રકાશ ગફુરભાઈની આંખમાં પડતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો.






Latest News