મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી નજીક પીપળી ગામેથી સગીરાનું અપહરણ, પોલીસ દ્વારા શોધખોળ શરૂ


SHARE





મોરબી નજીક પીપળી ગામેથી સગીરાનું અપહરણ, પોલીસ દ્વારા શોધખોળ શરૂ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીપળી ગામ નજીકની એક સોસાયટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ પીપળી ગામ પાસેની સોસાયટીમાં રહી મજૂરી કામ કરતાં એક પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના તા.૨૪ માર્ચની રાત્રે ૧૨ વાગ્યાથી તા.૨૫ માર્ચની વહેલી સવારે ૬ વાગ્યાની વચ્ચે બની હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે અપહરણ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, આ કેસની તપાસ પીએસઆઇ એચ.એ.જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સગીરાની શોધખોળ માટે વિવિધ દિશામાં કાર્યવાહી ચાલુ છે.

મારામારી બાબતે કાર્યવાહી

મોરબીના નવા જાંબુડીયા ગામે સલાટવાસમાં રહેતા અબ્દુલભાઈ કાળુભાઈ ભરવાડીયા (૪૦) એ થોડા દિવસો પહેલા ભોલાભાઈ બાબુભાઈ સલાટ રહે.વાંકાનેર, મહમદભાઈ બાબુભાઈ સલાટ, કિશનભાઇ અજીતભાઈ સલાટ અને નવઘણ ઉર્ફે કાળુ મહમદભાઈ સલાટ રહે.બધા પાનેલી રોડ રફાળેશ્વર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, તેઓના દીકરા-દીકરીનું મહમદભાઈ બાબુભાઈ સલાટના દીકરા-દીકરી સાથે સામસામે સગપણ કરેલ જે ચારેક દિવસ પહેલા સગાઈ તોડી નાખી હતી.જેથી ભોલાભાઈએ ફરિયાદીને પથ્થર મારીને ડાબી આંખ પાસે ગંભીર ઇજા કરી હતી જ્યારે સાહેદ સંજયભાઈ અને રાહુલભાઈને ચારેય આરોપીઓએ લાકડાના ધોકા વડે મારમારીને શરીરે ઇજા કરી હતી.જેથી સંજયભાઈને મોઢાના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી.ઉપરોક્ત કેસની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જોગેલા ચલાવી રહ્યા હોય તેવો દ્વારા હુમલો કરનાર મુન્ના ઉર્ફે ભોલા બાબુ મુંધવા (૩૫), મહમદ બાબુ મુંધવા (૫૦) રહે. મચ્છુનગર રફાળેશ્વર તા.મોરબી, કિસન અજીત ભરવાડીયા (૨૦) અને નવઘણ કાળુ મુંધવા સલાટ (૨૦) રહે.સોનાટા સિરામિક પાસે ની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના ન્યુ નવલખી ખાતે થયેલ મારામારીના બનાવમાં સબ્બીર અબ્બાસભાઇ જંગીયા (૨૫) અને અબ્બાસભાઈ સુલેમાનભાઈ જંગીયા (૫૫) નામના પિતા-પુત્રને ઇજા થયેલ હોય બંનેને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મીંયાણા ખાતે રહેતા રફીકભાઈ કાદરભાઈ જેડા નામના ૨૮ વર્ષના યુવાનને વિશાલા હોટલ પાસેથી બુલેટ લઈને જતા વખતે ક્રેટા કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રફિકભાઈને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેરના હરેશભાઈ વલ્લભભાઈ વાઘેલા નામના યુવાન ઉપર વાંકાનેર ખાતે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી.જેથી ઇજાગ્રસ્ત હરેશભાઈને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.




Latest News