મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી


SHARE







મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

મોરબીમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી નથી જેથી તેઓએ આજે વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયા દ્વારા ભાજપમાંથી ટિકિટની માંગણી કરવામાં આવી હતી જોકે, ભાજપ તરફથી ટિકિટ ન મળતા લલીતભાઈ કામરીયાએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેઓ વર્ષ 2013 થી 2015 દરમિયાન મોરબી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. આજે તેઓએ અપક્ષમાં ઉમેદવારી કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વોર્ડ નંબર 8 માં મજબૂત પકડ ધરાવતા લલિતભાઇ કામરીયાની અપક્ષ ઉમેદવારીને કારણે વોર્ડ નંબર 8માં ચૂંટણી રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની ઉમેદવારીથી ભાજપ અને અન્ય પક્ષોના સમીકરણો પર પણ અસર પડી શકે છે.






Latest News