મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો


SHARE





મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો

મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વર્ષ ૨૦૧૭ માં નોંધાયેલા સગીરા અપહરણ કેસમાં સહ આરોપી કેજે છેલ્લા નવેક વર્ષથી ફરાર હતો.તેને પકડી પાડવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, નવનિયુક્ત પીઆઇ એન.એસ.ઘેટીયા તથા સ્ટાફ દ્વારા વર્ષ ૨૦૧૭ માં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં હાલમાં દેબાંસીસ ઉર્ફે દેવાસીસ ઉર્ફે કાનો મદનભાઈ બારીક (૨૮) રહે.કુડિયાના પોસ્ટ જમાલપુર તા.બોસી જી. બાલેશ્વર ઓરિસ્સાની ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આ ગુનામાં અગાઉ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને સહ આરોપી તરીકે મદદગારી કરનાર દેવાંસીસ બારીક છેલ્લા નવેક વર્ષથી ફરાર હતો.જેને થોડા સમય પહેલા રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા સાપર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો અને હાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા મોરબી પોલીસ સ્ટાફ દ્વારા તેની નિયામાનુસાર ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામેથી પરત તેમના ઘરે નવી સીરોઇ ગામે જતા વખતે મેરૂભાઈ અમરશીભાઈ પંચાસરા નામના ૫૦ વર્ષના આધેડનું બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત બનાવમાં ઇજા થઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબી સામાકાંઠે ધરમપુર પાસે આવેલ લાભનગર વિસ્તારમાં રહેતા દયાબેન બચુભાઈ દેગામા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને ઘર નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

સારવારમાં રાજકોટ ખસેડાયા

મોરબી સામાકાંઠે રેલ્વે સ્ટેશન પાછળ આવેલ આંબેડકર કોલોની વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ હીરાભાઈ ચાવડા નામના ૪૨ વર્ષીય યુવાન તેઓના ઘર નજીક કેતનભાઇના ઘર પાસે કામ કરતા હતા ત્યારે કામ દરમિયાન પહેલા માળની ઊંચાઈએથી નીચે પટકાતા માથા અને શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને મોરબી સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયેલ છે.બનાવ સંદર્ભે નોંધ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે




Latest News