મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ


SHARE







મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ શનિવાર છે અને શુક્રવાર સાંજ સુધી ભાજપ દ્વારા તેના 52 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી જોકે શુક્રવારના દિવસ દરમિયાન મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે વધુ 44 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને કુલ મળીને 75 જેટલા ઉમેદવારી પત્રો આજ દિવસ સુધી ભરી ગયેલ હોવાનું અધિકારી પાસેથી માહિતી મળી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે કુલ મળીને 511 જેટલા આગેવાનો દ્વારા ચૂંટણી લડવા માટે થઈને ઉમેદવારી લઈ ગયા છે જોકે, આવતીકાલે બપોરના ત્રણ વાગ્યા સુધી કેટલા આગેવાનો રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર તરીકે અથવા તો અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે છે તે તો સમય જ બતાવશે

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવાની છે જે ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે તો કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ બતાવવાના મોકા સમાન છે. જોકે ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે અને કોંગ્રેસ તેમજ આપ અને અપક્ષમાંથી આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. જો કે, ભાજપ દ્વારા શુક્રવારે સાંજના છ વાગ્યા સુધી તેના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી બીજી બાજુ એવી ચર્ચા છે કે કેટલાક આગેવાનોને ભાજપના અગ્રણીઓ તરફથી ફોન કરીને ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારી કરવાની સૂચના આપી દેવામાં આવેલ છે.

હાલમાં ચૂંટણી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે શુક્રવારના દિવસ દરમિયાન મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે કુલ 171 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ મળીને 511 જેટલા આગેવાનો ઉમેદવારી પત્રો લઈ ગયા છે અને ગુરૂવાર સુધીમાં કુલ મળીને 31 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જોકે, શુક્રવારે વધુ 44 આગેવાનોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા જેથી આમ કુલ મળીને 75 ઉમેવદારો પત્રો ભરાયા છે. જેમાં વોર્ડ નં. 1 થી 4 માં 23, વોર્ડ નં. 5 થી 9 માં 31 અને વોર્ડ નં.  10 થી 13 માં 21 આગેવાનો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે.

ઉલેખનીય છે કે, ભાજપ પાસેથી ચૂંટણી લડવા માટે 427 આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. અને ટિકિટના માંગણીદારો વધુ હોવાના કારણે ક્યાંકને ક્યાંક ભાજપના સત્તાવાર ઉમેદવારનું લિસ્ટ જાહેર થાય ત્યારબાદ અસંતોષની આગ ભડકે તેવી શક્યતા છે જેથી જેમ બને તેમ ઉમેદવારોના નામ મોડા જાહેર કરવામાં આવે તો ભાજપથી નારાજ થયેલા આગેવાનો અપક્ષમાં ઉમેવદારી ન કરી તે રણનીતિના ભાગરૂપે શુક્રવારે મોડી સાંજ સુધી ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. અને શનિવાર ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. ત્યારે ત્રણેય રાષ્ટ્રીય પક્ષના ઉમેવદારો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી કરવામાં આવશે ત્યારે ભાજપમાંથી ટિકિટ કપાઈ હોય તેવા અસંતુષ્ટો દ્વારા પણ અપક્ષ ઉમેદવારી કરે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.






Latest News