મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ


SHARE































મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી પાસે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને બંને હાથના કાંડા પાસે ફેક્ચર, માથામાં માઇનો હેમરાજ તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા નિમુબેન શામળભાઈ મારુ (47)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 7287 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હરિઓમ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી તેઓ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન રીક્ષા ચાલકે તેઓને હડફેટ લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદી મહિલાને બંને હાથના કાંડા પાસે ફેક્ચર તથા માથામાં માઇનોર હેમરેજ જેવી ઇજાઓ તેમજ શરીરે ઇજાઓ થઈ છે જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News