મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે


SHARE







મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં જે ગામને સૌથી વધુ શિક્ષિત ગામ સમજવામાં આવે છે.તેવા બગથળા ગામેથી ધ્રુણાસ્પદ બનાવ સામે આવ્યો છે.જેમાં દુકાને નાસ્તો લેવા માટે ગયેલ ૧૪ વર્ષની સગીરા સાથે શારિરીક અડપલા કરવામાં આવ્યા હતા.જેથી ભોગ બનનારે બનાવ અંગે પરિવારને જાણ કરી હતી.જે બાબતેની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની ગંભીરતા સમજી ત્વરિત ગુનો નોંધી આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના બગથળા ગામે રહેતા પરિવારની ૧૪ વર્ષની સગીરા દુકાને નાસ્તો લેવા માટે ગઈ હતી.ત્યારે ત્યાં દુકાન ખાતે જયસુખભાઈ બાબુભાઈ ઠોરીયા ઉર્ફે જોલી (ઉમર ૫૪) રહે.બગથળા તા.જી.મોરબી એ તેણીની સાથે શારીરિક છેડછાડ કરી હતી.જેથી કરીને ઘરે જઈને સગીરાએ આપવીતી વર્ણવી હતી.બાદમાં ભોગ બનનારની માતા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરીને ગણતરીની કલાકોમાં જયસુખ બાબુભાઈ ઠોરીયા ઉર્ફે જોલી ની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.આ કેસની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.તીવારી દ્વારા કરવામાં આવી હતી.તેમ સુત્રોએ જણાવેલ છે.

હળવદના સુંદરગઢ પાસે અકસ્માત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલ ડેમના પુલ નજીક મોરબી-હળવદ હાઇવે ઉપર ગત તા.૩-૪ ના રાતના આઠેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં આઇસર મેટાડોર અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દિનેશ મોહનભાઈ પાંડે (૩૨) રહે. સુંદરગઢ તા.હળવદને અહિંની સિવિલે તેમજ પંકજગીરી ગુલાબગીરી ગોસ્વામી (૪૧) રહે.ખાદી ભંડાર સામે જૂનું પરા વિસ્તાર ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાળકી રાજકોટ ખસેડાઈ

મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ ભીમસર ખાતે રહેતા પરિવારની રાધિકા હરેશભાઈ નામની પાંચ વર્ષની બાળકી સાંજના સમયે ભીમસર રોડ ખાતે રોડ ક્રોસ કરતી હતી ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લેતા બાળકીને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી અત્રે ખાનગી હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે.બનાવને પગલે જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા સ્મશાન રોડ કુલીનગર-૧ ખાતે રહેતા ખેરૂનબેન રફિકભાઈ ખલીફા નામના ૪૫ વર્ષીય મહિલાને મોડી રાત્રિના તેમના પતિ દ્વારા ઝઘડો કરીને માર મારવામાં આવતા ખેરૂનબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News