મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો


SHARE





મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયોલ બે શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને તેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા બે શખ્સોને પાસા હેઠળ પકડીને રાજ્યની જુદી-જુદી જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલા બે આરોપીની પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા મંજૂર કરવામાં આવી છે જેથી કરીને પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા એલસીબીની ટીમે  પાસા હેઠળ રાજુભાઈ પરબતભાઈ મોરી (24) અને કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા (34) રહે બંને મોખાણા તાલુકો ભાણવડ વાળાની અટકાયત કરી હતી અને રાજુભાઈ મોરી ને લાજપોર જેલ સુરત તથા કમલેશ ઉલવાને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી દેવામાં આવેલ છે.

હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો

હળવદ તાલુકા વિસ્તારમાં વર્ષ 2013માં દારૂની રેડ કરવામાં આવી હતી અને તે ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી દરમિયાન નાસતો ફરતો આરોપી રતનલાલ ઉર્ફે રેતનારામ સાજનરામ બિશ્નોઇ રહે અરણિયાળી રાજસ્થાન વાળો તેના ઘરે હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જઈને આરોપી રતનલાલ ઉર્ફે રેતનારામ (50) વાળાને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે




Latest News