મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર


SHARE









ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર

ટંકારામાં ધોળા દિવસે  ચોરીનો બનાવ બનેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં ટંકારાના યુવા એડવોકેટ કેતન બી.ચૌહાણ અને દેવન આર. ચૌહાણએ દલીલ કરી હતી જેને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે. 

ટંકારા  તાલુકા વિસ્તારમાં ધોળા દિવસે ચોરી હતી જે ગુનામાં પોલીસે આરોપી સોહીલ સતાર દલ ની અટકાયત કરી હતી અને આ કેસની વિગત એવી હતી કે, આરોપીએ ફરિયાદીના ઘરને નિશાન બનાવીને મકાનમાં તાળું તોડીને સોના અને ચાંદીના ઘરેણાં સહિતની અન્ય વસ્તુઓની ચોરી કરી હતી, જેમાં રોકડ રૂપિયા ૧,૫૬,૫૮૦ તેમજ કુલ ૨૬,૦૪,૧૦૫ ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી અને આરોપી ઉપર એવો આરોપ છે કે ચોરી કર્યા પછી, આરોપીએ ચોરાયેલી મિલકતને કબ્રસ્તાનમાં અને મોટરસાઇકલના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં છુપાવી દીધી હતી. અને તપાસ દરમિયાન, આરોપીના કબજામાંથી સમગ્ર ચોરાયેલી મિલકત જપ્ત કરવામાં આવેલ છે જે ગુનામાં આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ હતો. અને આરોપીએ રેગ્યુલર જામીન મુક્ત થવા માટે સેસન્સ કોર્ટમાં કેતન બી.ચૌહાણ, દેવન આર.ચૌહાણ મારફતે અરજી કરી હતી અને સેસન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલોની દલીલોને માન્ય રાખીને  આરોપીને શરતોને  આધીન રૂપિયા ૫૦,૦૦૦ ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે આ કેસમાં આરોપી તરફે કેતન બી.ચૌહાણ, દેવજી આર. ચૌહાણ ,જયશ્રીબેન સિણોજીયા, વિશાલ ડી. યાજ્ઞિક રોકાયેલ હતા.




Latest News