મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ


SHARE





મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ

મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં આવ્યું છે અને પોતાના રાજીનામમાં લખ્યું છે કે, “ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂરીયાત ન હોય તેવું મને લાગે છે. માટે રાજીનામું આપ્યું છું.”

મોરબી નગર પાલીકાના વોર્ડ નં-૧૧ ના માજી કાઉન્સીલર હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખને લેખિતમાં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધેલ છે જેમાં જણાવ્યુ છે કે, “હું છેલ્લા 32 વર્ષથી ભાજપની સાથે જોડાયેલ છું. અને અમારા સતવારા સમાજને ભાજપ સાથે જોડવામાં અમુલ્ય યોગદાન આપેલ છે. અને હાલ મારી ઉમર 59 વર્ષ છે અને ખરેખર હવે ભાજપને સાચા, સારા, નિષ્ઠાવાન, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાવાન કાર્યકરોની જરૂરીયાત ન હોય તેવું મને લાગે છે. કારણ કે આયાતી તેમજ બેથી પાંચ વર્ષથી પાર્ટીમાં આવેલ લોકોને જો ટીકીટ અને સારા હોદા મળતા હોય અને મારા જેવા સીનીયર કાર્યકર્તાને જો ટીકીટ ન મળતી હોય તો મને એવું લાગે છે કે વિશ્વની મહાન પાર્ટીને મારા જેવા સનિષ્ઠ કાર્યકર્તાની જરૂરીયાત નથી એટલે મારા ભાજપના સભ્ય નં. 7009548535 છે અને હું મારા સભ્ય પદ ઉપરથી મારુ રાજીનામું આપું છું. ઉલેખનીય છે કે, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારીયાએ મહાપાલિકા માટે ટિકિટની દાવેદારી કરી હતી અને તેઓને પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવેલ નથી જેથી તેઓએ મહાપાલિકાના વોર્ડ નંબર 10 માંથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.




Latest News