મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક


SHARE







મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક)  ડૉ. શ્રી સંજય જોશી (IAS) એ મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નોડલ ઓફિસર અને રિટર્નિંગ ઓફિસર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં ઓબ્ઝર્વરએ મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મીં) નગરપાલિકાઓની બેઠકોની નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઓબ્ઝર્વરશ્રીએ લોકશાહીના આ પર્વમાં કોઈપણ અવરોધ વિના મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય અને આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. ઓબ્ઝર્વરશ્રીએ સંવેદનશીલ મતદાન મથકો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ જાણકારી મેળવી જરૂરી સુચનો કર્યા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી  અને કલેકટર કે.બી. ઝવેરીએ ઓબ્ઝર્વરનું શાબ્દિક સ્વાગત કરી અત્યાર સુધીમાં ચૂંટણી સંદર્ભે થયેલી કામગીરીની છણાવટ કરી હતી. તેમજ આગામી આયોજનની રૂપરેખા રજૂ કરી હતી. મોરબી જિલ્લાની વિવિધ ચૂંટણીઓ, વિવિધ મતદાન કેન્દ્રો, ઇવીએમનીની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ, તાલીમ વગેરે અંગેનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરે રજૂ કર્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, નાયબ મ્યુ. કમિશનર સંજય સોની, નોડલ ઓફિસર અને રિટર્નિંગ ઓફિસર સહિતનો ચૂંટણી સંબંધીત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.






Latest News