મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે


SHARE





વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે

વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયાઓની સામે સઘન કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેવામાં છેલ્લા દિવસોમાં ત્રીજી રેડ પોલીસે કરી છે અને લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે જેની ચિત્રાખડા ગામ પાસે આવેલ શીતળા માતાજી મંદિર નજીક રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ગેરકાયદે ખનીજ ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે મશીનરી સહિત 45 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચિત્રાખડા ગામે શીતળા માતજી મંદિરની પાસે ગેરકાયદેસર ખનીજ ખનન કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમને પણ સાથે રાખવામા આવી હતી. અને સ્થળ પરથી હિટાચી કંપનીનું એક એક્સેવેટર મશીન જેની કીમત 45 લાખ રૂપિયાનો મુદમાલ કબ્જે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News