મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો


SHARE





મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો

મોરબી-માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાના મોટા દીકરા ડૉ. પ્રશાંત મેરજાનું 23 વર્ષે કાર અકસ્માતમાં કરૂણ નિધન થયું હતું અને તેની સ્મૃતિમાં સર્વરોગ નિદાન, સારવાર અને ફ્રી દવાનો કેમ્પ દર વર્ષે યોજાતો હોય છે. તેવી જ રીતે મોરબીના વાવડી ખાતે આવેલ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે કબીર ધામ મહંત શિવરામ સાહેબની હાજરીમાં કેમ્પ યોજાયો હતો અને પૂર્વ આરોગ્ય મંત્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત રાજકીય અગ્રણીઓએ આ કેમ્પની મુલાકાત લીધી હતી.

ડૉ. પ્રશાંતનું એવું સપનું હતું કે પોતે પ્રાઈવેટ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે. કમનશીબે તેઓ હયાત ન રહ્યા પણ તેમના વિચારને સદૈવ જીવંત રાખવા તેમની સ્મૃતિમાં પ્રતિવર્ષ આવો મેડિકલ કેમ્પ યોજાતો હોય છે. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના 10 જેટલા નિષ્ણાંત ડૉક્ટરો જેમ કે ડૉ. ભાવિન ગામી, ડૉ. યોગેશ પેથાપરા, ડૉ. ઉમેશ ગોધવીયા, ડૉ. નિધિ સુરાણી ભાડજા, ડૉ. મનસુખ પરમાર અને ડૉ. કલ્પેશ રંગપરિયા વગેરે એ 400 જેટલા દર્દીઓને તપાસ્યા હતા અને કેમ્પ આયોજક સન્ની મેરજાના માર્ગદર્શનમાં મફત દવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં ગરીબ દર્દીઓ પરત્વે સંવેદના દાખવતાં સુશીલા બ્રિજેશ મેરજાએ વૃધ્ધ અને અશક્ત દર્દીઓની ખડેપગે સેવા કરી હતી. આ મેડિકલ કેમ્પમાં શિક્ષણ સાથે સંકળાયેલા બી.એ.ગામી, દિનેશભાઈ વડસોલા, પરબતભાઈ આહીર, મણિલાલ સરડવા તેમજ રાજકીય અને સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા કેશુભાઈ ગામી, પ્રવીણ મેરજા અને વેદાંત સ્કૂલની ટીમનું યોગદાન સરાહનીય રહ્યું હતું. આ કેમ્પમાં સેવા આપનાર તજજ્ઞ ડૉક્ટરો અને ઉપસ્થિત મહાનુભાવોને રામ મંદિર અયોધ્યા, તેમજ પ્રશાંતની સ્મૃતિમાં પ્રકાશિત કરેલ તાત્પર્ય કિતાબ સન્ની મેરજા, સુરેશભાઇ સરડવા અને રમેશભાઈ મેરજા તરફથી આપવામાં આવી હતી.




Latest News