મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ


SHARE







મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ

મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે રહેતા યુવાને વેપાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે અલગ અલગ બે વ્યક્તિઓ પાસેથી તેણેને કુલ મળીને પાંચ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા.જેની સામે તેણે ૭.૯૦ લાખ  ચૂકવી દીધા છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની ધરપકડ કરેલ છે.
મોરબી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં મંગલ જ્યોત હોમ્સ-૧ ખાતે રહેતા અનિલભાઈ ચંદુભાઈ જાકાસણીયા (૩૫) એ થોડા દિવસો પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ સંઘાણી રહે.ગોલ્ડન માર્કેટ પાસે રવાપર તથા સુરેશભાઈ કાથડ રાયકા રહે.મોરબી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, તેને વેપાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેણે ચિરાગ સંઘાણી પાસેથી ૧૦ ટકાના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા.જેની સામે તેણે અઢી લાખ આપીને મૂડી અને વ્યાજ ચૂકવ્યું હતુ.તેવી જ રીતે સુરેશભાઈ રાયકા પાસેથી ૧૦ ટકાના વ્યાજે ચાર લાખ રૂપિયા લીધા હતા.જેની સામે વ્યાજ અને મુડી સહિત ૫.૪૦ લાખ ચૂકવી આપેલ છતાં પણ સુરેશભાઈ રાયકા દ્વારા બંને આરોપીઓના રૂપિયાની ઉઘરાણી કરીને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ    ફરિયાદ આધારે તપાસ અધીકારી પીએસઆઇ વી.એલ.વાઘેલા તેમજ રાઇટર લક્ષમણભાઇ આહિરે ગત તા.૩-૪ ના રોજ ચિરાગ પરબત સંઘાણી (૪૦) રહે.૪૦૩-ગુરૂકૃપા હાઇટસ ગોલ્ડન માર્કેટ પાસે રવાપર મોરબીને પકડીને કોર્ટમાં રજુ કર્યો હતો જેને જેલ હવાલે કરવા હુકમ થતા જેલ હવાલે કરાયો હતો.જયારે તા.૧૨-૩ ના બપોરે દોઢેક વાગ્યે સુરેશભાઈ કાથડભાઇ રાયકા રબારી (૫૯) રહે. રબારીવાસ જેલ ચોક સામે મોરબી ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.તેમ રાઇટર લક્ષ્મણભાઇએ જણાવેલ છે.

કારખાનામાં આગથી કરોડોનું નુકસાન

મોરબીના રવાપર રોડ નીલકંઠ વિદ્યાલય પાસે રહેતા નીતિનભાઈ મનજીભાઈ નારણીયા દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના વાંકાનેર હાઇવે મકનસર પાસે આવેલા મિલેનીયમ સીરામીક નામના યુનિટમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો.અને આ બનાવને પગલે કારખાનાની અંદર અંદાજે સાડા આઠેક કરોડ જેવી માતબાર રકમનું નુકસાન થવા પામેલ છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી હતી જેની આગળની તપાસ બીટ વિસ્તારના જમાદાર એ.એચ. પરમાર ચલાવી રહ્યા હોવાનું પોલીસે જણાવેલ છે. 

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા હાઇવે નાગડાવાસ ગામ પાસે આવેલ આઈ માતા હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પ્રેમસુખભાઈ ધર્મરામભાઇ બિસ્નોઈ (૪૦) મૂળ રહે.રાજસ્થાન હાલ મોરબીને ઇજાઓ પહોંચી હોય તેને અત્રેની સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની વિજય ટોકીઝ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી રસિકભાઈ મણીલાલ વ્યાસ (૪૦) રહે.ધાંગધ્રાને ઈજા થતાં તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News