ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE













વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં પરશુરામ પોટરીના ખૂણા નજીક રહેતા વૃદ્ધના ઘર પાસે ત્રણ શખ્સો અંદર માથાકૂટ કરતા હતા ત્યારે વૃદ્ધને એવું લાગ્યું કે તેના પૌત્ર સાથે માથાકૂટ કરે છે જેથી તે પોતાના પૌત્રને ત્યાં બોલાવવા માટે ગયા હતા ત્યારે અંદરો અંદર માથાકૂટ રહી ગયા ત્રણેય શખ્સોએ વૃદ્ધને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ વૃદ્ધે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરમાં ડો. દેલવાડીયા સાહેબના દવાખાના પાછળ પરશુરામ પોટરીના ખૂણા પાસે રહેતા મનજીભાઈ છનાભાઈ સોલંકી (74)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ મુકેશભાઈ ગુગડીયા, સાહિલભાઈ મુકેશભાઈ ગુગડીયા અને દિવ્યેશભાઈ મુકેશભાઈ ગુગડીયા રહે બધા દેલવાડિયા સાહેબના દવાખાના પાછળ પોટરીના ખૂણા નજીક વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓ અંદર માથાકૂટ કરતા હતા ત્યારે રિયાદીને એવું લાગ્યું હતું કે તેઓના પૌત્ર દિલીપ સાથે માથાકૂટ થાય છે જેથી તેઓ ત્યાં દિલીપને બોલાવવા માટે જતા ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ આરોપી નિલેશભાઈએ  ફરિયાદીને છાતીના ભાગે ધક્કો મારીને નીચે પાડી દીધા હતાં અને છાતીમાં ઇજા કરી હતી તેમજ દિવ્યેશભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 120 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી નૈમિશભાઈ કૈલાશભાઈ ચાવડા (21) રહે. વાવડી રોડ ઉમિયા સોસાયટી સ્વાતિ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેણે કાનાભાઈ ગઢવી રહે. વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવી ચાલી રહી છે






Latest News