મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE







મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબીના ઝીકિયારી ગામ નજીક ડેમની ગોળાઈ પાસેથી ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઇજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પડધરી તાલુકાના બોડી ઘોડી ગામે રહેતા દેવશીભાઈ તેજાભાઈ ભરવાડ (29)ટ્રક નંબર જીજે 14 ઝેડ 7828 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકાના ઝીકિયારી ગામ પાસે ડેમની ગોળાઈ નજીકથી ફરિયાદીનું બાઈક નંબર જીજે 3 પીએફ 7586 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક વાછાભાઈ ચલાવી રહ્યા હતા અને ટ્રક ચાલકે તેઓને ડબલ સવારી બાઈકને હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને જમણા ગાલ, આંખ અને ડાબા જબામાં અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જ્યારે બાઈક ચલાવી રહેલા વાછાભાઈને માથા, મોઢા, છાતી તથા જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને બંને ઇજાગ્રસ્તોએ સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ભાવિક દીપકભાઈ મહેશ્વરી (25) નામના યુવાને કોઈ કારણોસર મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર ફીનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News