મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ


SHARE





મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ

મોરબીના શનાળા ગામ પાસે રાજપર ચોકડી નજીક આવેલ ટેકઝૉ કાર સ્ટુડિયોમાં ગઈકાલે મોડી રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારના સર્વિસ સ્ટેશનની અંદર લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવેલ હતો જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી આગને કાબુમાં લેવા માટે થઈને મહાપાલિકાની ફાયર વિભાગની ટીમને અંદાજે પાંચેક કલાક સુધી સતત પાણીનો મારો કરવો પડ્યો હતો ત્યારબાદ કારના સર્વિસ સ્ટેશનમાં લાગેલી આગ કાબુમાં આવી હતી જો કે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આસપાસના વિસ્તારમાં રહેણાંક મકાનો હોવાના કારણે લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અત્રે ઉલ્લેખની છે કે કાર સર્વિસ સ્ટેશનની અંદર મૂકવામાં આવેલી કાર પૈકી કેટલીક કારોમાં ડીઝલ ટેન્કની અંદર ડીઝલ ભરેલું હોવાના કારણે બ્લાસ્ટ થવાની પણ શક્યતા હતી જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે આગને કંટ્રોલ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને આગ લાગવાની આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને કોઈ ઇજા કે કોઈ જાનહાનિ થયેલ નથી તેવું ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાભી પાસેથી જાણવા મળેલ છે




Latest News