મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE































મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતી રીક્ષામાં બેઠેલ મહિલા નીચે પટકાઈ હતી જેથી તેને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નીવડતા તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મોરબી નજીકના નવી ટિંબડી ગામે રહેતા મુનેશભાઈ નાનજીભાઈ પરમાર (42)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1358 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નવી ટિંબડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી આરોપીની રિક્ષામાં ફરિયાદીના પત્ની વર્ષાબેન મુનેશભાઈ પરમાર (41) વાળા પાછળના ભાગે બેઠેલા હતા ત્યારે રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને રિક્ષામાંથી ફરિયાદીના પત્ની નીચે પડી ગયા હતા અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પત્નીને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News