મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો


SHARE







મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન અને લાંછનરૂપ કરી શકાય તેવા બનાવો સામે આવતા હોય છે.તેવી જ એક ઘટના મોરબીમાં સામે આવેલ છે.જેમાં શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની માનસિક અસ્વસ્થ દીકરીને હવસખોર શખ્સે હવસનો શિકાર બનાવી હતી.તેણીનું અપહરણ કરીને તેણીની સાથે દુષ્કર્મ કર્યું હતું.જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી શહેરીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી માનસિક અસ્વસ્થ હોય તે બાબતનો ગેરલાભ ઉઠાવીને એક શખ્સ દ્વારા તેનું ટીંબડી નજીકથી અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા સંજય મનુભાઈ સુરેલા રહે.ટિંબડી તા.જી.મોરબીની સામે ગુનો નોંધાવાયેલ છે.જેથી પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા ચલાવી રહ્યા હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા સિયારામ રાજુભાઈ મેણાંદ (19) નામના યુવાનને કેનાલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધ માતા-પિતાને દીકરાએ માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા ખેંગારભાઈ કાનજીભાઈ બાલાસરા (77) અને સોમીબેન ખેંગારભાઈ બાલાસરા (74) નામના વૃદ્ધ દંપતીને તેના જ દીકરા વિજયએ માર માર્યો હતો.જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News