ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા


SHARE













વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મિલ કોલોની અમરસિંહજી મિલ સામેથી યુવાન પોતાના બાઈક ઉપર પત્ની અને બાળકોને લઈને પસાર કર્યો હતો ત્યારે છકડો રિક્ષાના ચાલકે બાઇકની હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને પગમાં ફ્રેક્ચર તથા તેના પત્નીને મોઢા, માથા, નાક અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને છકડો રીક્ષાનો ચાલક પોતાની રીક્ષા લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ શિવાજી પાર્ક ખાતે રહેતા બ્રિશપકુમાર રામજીભાઈ સોલંકી (30) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અજાણી છકડો રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ અમરસિંહજી મિલ સામેથી તે પોતાના બાઇક નંબર જીજે 36 એએસ 8455 ઉપર પોતાના પત્નીને બાળકને લઈને જઈ રહ્યો હતો ત્યારે છકડો રીક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને જમણા પગમાં ફેક્ચર તથા શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના પત્નીને મોઢા, માથા, નાક અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છકડો રિક્ષાના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News