મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો


SHARE







ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો

લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ડિસ્ટ્રીકટ ગવર્નર અભયભાઈ શાહની ઉપસ્થિતિમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબીના દર્દીને પોસ્ટિક અને વિટામિન આહાર કીટ  અર્પણ કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી હર હંમેશા પર્યાવરણ, આરોગ્ય લક્ષી વિગેરે સેવાના કાર્યોમાં સહયોગી બને છે ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 25 વ્યક્તિને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી હતી આ પ્રોજેક્ટમાં ખાસ  ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ડિસ્ટ્રીકટ ગવર્નર અભયભાઈ શાહ, પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી, પૂર્વ પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, જૂનાગઢથી તાજેતરમાં નિયુક્ત થયેલ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર (ઇલેક) જયકિશન દેવાણી, ડિસ્ટ્રિક્ટના હંગર ચેરપર્સ સેવાના ભેખ ધારી એવા તુષારભાઈ દફતરી તેમજ ધીરુભાઈ આદ્રોજા, પ્રદીપભાઈ ભુવા, કેશુભાઈ દેત્રોજા ખાસ હાજર રહ્યા હતા અને ટીબી મુક્ત ભારત “ટીબી હરેગા ભારત જીતેગા” અંતર્ગત  ટીબીના પેશન્ટને પ્રેમ, પ્રોત્સાહિત અને માર્ગદર્શન પૂરું પાડેલ અને લાયન્સની સેવા વીસે માર્ગદર્શન આપ્યું હતું આ આ પ્રોજેક્ટને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયાના માર્ગદર્શનથી મણિલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા, રશ્મિકા રૂપાલા, ટી.સી.ફુતરીયાએ જહેમત ઉઠાવી હતી.






Latest News