મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદમાંથી ઝડપાયો


SHARE







મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદમાંથી ઝડપાયો

હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં પકડાયેલા શખ્સને છ જિલ્લામાંથી હદ્પારીનો હુકમ કરવામાં આવ્યો હતો અને આ શખ્સ હળવદ શહેરી વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તેને પકડીને તેની સામે વધુ એક ગુનો હળવદ પોલીસે સ્ટેશન ખાતે નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

હળવદ તાલુકા વિસ્તારમાંથી દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ અનિલભાઈ હસમુખભાઈ ચૌહાણ (35) રહે.ચરડવા જુનો વાસ હળવદ વાળાને તા. 5/1/ 26 થી હુકમ કરીને મોરબી, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ, ગાંધીધામ-કચ્છ, પાટણ અને જામનગર જિલ્લામાંથી હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને છ માસ સુધી હદપાર કરેલ હોવા છતાં પણ આરોપી સક્ષમ અધિકારીને પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઈવે રોડ ઉપર બાયપાસ રોડ ત્રણ રસ્તા પાસે હોવાની હકીકત આધારે પોલીસે ત્યાંથી તેને પકડીને આરોપીએ હદપારી હુકમનો ભંગ કર્યો હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News