મોરબીમાં દારૂની 2 રેડમાં 188 બોટલ દારૂ સાથે 2 આરોપીની કરાઇ ધરપકડ મોરબી એસ.ટી. ડેપોનું તંત્ર ખાડે અંધેરી નગરીને ગંડુ રાજા જેવો તાલ : પી.પી.જોષી મોરબીની રફાળેશ્વર GIDCના બંધ કારખાનામાંથી પેટકોકના જથ્થા સાથે 2 શખ્સ પકડયા, 21.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી કલેક્ટરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની લીધી મુલાકાત મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ, વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો


SHARE







મોરબીના પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો

મોરબીના પીપળીયા ગામે રહેતા યુવાન સાથે બે શખ્સોએ માથાકૂટ કરી હતી અને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને સામાપક્ષેથી પણ એક વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવેલ છે.

મોરબીના પીપળીયા ગામે રહેતા ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા નામનો ૩૪ વર્ષનો યુવાન ખેતરે હતો ત્યારે ગામના જ યુવરાજસિંહ ઉર્ફે પીન્ટુભા જાડેજા તથા પ્રકાશ દેવીપુજક દ્વારા ઝઘડો-મારામારી કરી છરી મારવામાં આવી હતી.જેમાં ઈજા થતા ઓમદેવસિંહને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામા પક્ષેથી પ્રકાશ સુરેશભાઈ દેલવાણીયા (૩૫) રહે.પીપળીયા ને પણ મારામારીમાં ઇજા થઈ હોય તેને પણ સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.ઉપરોક્ત બનાવની હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપથી આગળ આવેલ વિદ્યુતનગર સોસાયટી વિસ્તારમાં રહેતો દેવેન્દ્રભાઈ અરવિંદભાઈ પનારા નામનો ૪૦ વર્ષનો યુવાન કારખાનામાં કામકાજ કરતો હોય ગત તા.૯-૪ ના સવારે દશેક વાગે રાબેતા મુજબ બાઇક લઈને ઘરેથી લખધીરપુર રોડ બાજુ આવેલા ગ્રેફોન વિટ્રીફાઈડ નામના કારખાનામાં જવા માટે નીકળ્યો હતો.દરમ્યાનમાં રસ્તામાં આગળ જતા બોલેરોની પાછળ તેનું બાઈક અથડાયું હતું.જે બનાવમાં દેવેન્દ્રભાઈ પનારાને ઇજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.તેમ પોલીસએ જણાવેલ છે.

ટ્રક સાથે ટ્રક અથડાતા ઇજા
મોરબીના નવલખી ફાટકથી આગળ નેકસસ સિનેમમાં નજીક ટ્રક સાથે અન્ય ટ્રક અથડાયો હતો જે બનાવમાં સુબોધકુમાર રામઇકબાલ સિંગ (૩૩) રહે.ભુજ ને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ઘુંટુ રોડ નજીક રહેતા નિમુબેન શામજીભાઈ મારૂ નામના ૪૭ વર્ષીય મહિલા ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટી પાસેથી પગપાળા જતા હતા ત્યારે રિક્ષા નંબર જીજે ૩૬ આર ૭૨૮૭ ના ચાલકે તેમને હડફેટ લેતા ઇજા પામેલા નિમુબેનને અત્રે આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરી આ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News