મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ


SHARE











મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ

મોરબી સીટી વિસ્તાર માંથી 181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે એક અજાણી મહિલા ઘણા સમયથી એકલા બેઠા છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમની જરૂર છે.

માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ ગઢવી દેવકરણભાઈ તાત્કાલિક ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચેલ ત્યાં હાજર સજ્જન વ્યક્તિએ જણાવેલ કે આ મહિલા ઘણા સમયથી એકલા બેઠા હોય તેમજ તેમને પૂછવાના ઘણા પ્રયત્ન કરેલ પરંતુ કશું જણાવતા ના હોય

ત્યારબાદ સૌ પ્રથમ ટીમ દ્વારા મહિલા ને સાંત્વના આપી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરવામાં આવેલ કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવેલ કે પતિ સાથે રકઝક થતા  તેઓ પોતાના ઘરેથી નીકળી ગયા હતા.બાદ ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપી આવી રીતે ક્યારે ઘરે થી ના નીકળવા માટે સલાહ સુચન માર્ગદર્શન આપી તેમના જણાવેલ સરનામે જઈ તેમના પતિ નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની અંગે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર ના મળતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી નોંધાવી હતી અને તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા પતિને પણ યોગ્ય સલાહ માર્ગદર્શન આપી તેમના પતિને તેમની પત્ની જોડે  ઝગડા ના કરવા અને હવે પછી પત્નીનું ધ્યાન રાખવા માટે સમજાવેલ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ક્યારેય નીકળશે નહીં તેવું જણાવેલ અને રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ.આમ મહિલાનું પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ સહી સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો દિલથી આભાર માન્યો હતો.






Latest News