મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી


SHARE











મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી

ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટ અને સંસ્થાઓએ શ્રમયોગીઓના પગારમાંથી કોઈ કપાત નહીં કરી શકાય,સતત પ્રક્રિયાવાળા એકમોમાં મતદાન માટે ૩ થી ૪ કલાકની સવેતન રજા આપવી અનિવાર્ય; લોકશાહીના પર્વમાં શ્રમિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા આદેશ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૪/૨૬, રવિવારના રોજ મોરબી જિલ્લામાં મતદાન યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમયોગીઓ કોઈપણ આર્થિક નુકસાન વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વની સૂચનાઓ જારી કરવામાં આવી છે.

લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧, કારખાના ધારા-૧૯૪૮ અને બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬ની જોગવાઈઓ અનુસાર, મતદાનના દિવસે તમામ નોંધણી થયેલ કારખાનાઓ, સંસ્થાઓ અને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓને મતદાન માટે ‘સવેતન રજા’ આપવાની રહેશે. આ જોગવાઈ મુજબ, રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ કે કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં. જો કોઈ શ્રમયોગી દૈનિક ધોરણે પગાર મેળવતા હોય, તો તેમને પણ તે દિવસે મળવાપાત્ર પૂરો પગાર ચૂકવવાનો રહેશે.

ધુમાં, જે કારખાનાઓમાં સતત પ્રક્રિયા (Continuous Process) ચાલતી હોય અથવા જ્યાં શ્રમિકની ગેરહાજરીથી મોટા નુકસાનની સંભાવના હોય, તેવા કિસ્સામાં શ્રમયોગીઓ પોતાનો મત આપી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના ગાળા દરમિયાન ૩ થી ૪ કલાકની સવેતન રજા આપવાની રહેશે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં ફાળો આપતા શ્રમિકો લોકશાહીની પ્રક્રિયામાં પણ સક્રિયપણે જોડાઈ શકે. તમામ ઉદ્યોગપતિઓ અને સંચાલકોને આ કાયદાકીય જોગવાઈનું ચુસ્ત પાલન કરવા અને શ્રમિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News