મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !


SHARE





વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ પેલેસ ખાતે રહેતા યુવાને કાજેરડા ગામના શખ્સ પાસેથી માસિક 60 ટકાના વ્યાજ લેખે 9 લાખ રૂપિયા લીધા હતા જેની સામે 7.02 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે તેમ છતાં પણ તેની પાસેથી 9 લાખની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના નાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આશાપુરા ટાવરની પાછળના ભાગમાં આવેલ વિશ્વાસ પેલેસ બ્લોક નંબર 601 માં રહેતા પ્રકાશભાઈ પ્રવીણભાઈ ભોરણીયા (32)એ સાજીદભાઈ જાનમામદભાઈ કાજેડીયા રહે. કાજેરડા તાલુકો માળીયા મીયાણા વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ આરોપી પાસેથી 9 લાખ રૂપિયા માસિક 60 ટકા ઊંચા વ્યાજે લીધા હતા અને તેની સામે 7,02 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી આપેલ છે છતાં પણ તેની પાસેથી 9 લાખ માટે થઈને દબાણ કરવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News