મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી


SHARE





મોરબીના નવા સાદુકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી

મોરબી નજીકના નવા સાદુકા ગામે રહેતો યુવાન ગુમ થઈ ગયો હતો જેથી તે યુવાનને તેના પરિવારજનો અને પોલીસ શોધી રહી હતી તેવામાં મોરબીની મચ્છુ નદીમાંથી યુવાનનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના નવા સાદુકા ગામે રહેતો ચતુરભાઈ કેશુભાઈ પરમાર (20) નામનો યુવાન ઘરે કોઈને કશું કહ્યા વગર ગત તા. 15/4 ના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયો હતો અને તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી કરીને યુવાન ગુમ થયો હોવા અંગેની તેના મોટાભાઈ રમેશભાઈ કેશુભાઈ પરમાર (40)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પરિવારજનો અને પોલીસ દ્વારા ગુમ થયેલા યુવાનને શોધવા માટેની તજવીજ કરી રહ્યા હતા તેવામાં રવામાં આવી રહી હતી તેવામાં મોરબી નજીકના મચ્છુ-3 ડેમ પાસે મચ્છુ નદીમાથી કોહવાઈ ગયેલ હાલતમાં ચતુરભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો

રાપર રોડ પ્રાથમિક શાળા પાસે રહેતા મુલસોહ રાવત નામના વ્યક્તિને પીજીવીસીએલ જેતપર સબ ડિવિઝનમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો હતો જેથી તે ઊંચાઈ ઉપરથી નીચે પડતાં તેને ઇજાઓ થઈ હતી જેથી તે વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News