વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં


SHARE







મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

મોરબીના મયુરપુલ ઉપરથી સોમવારે સાંજના સમયે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જઈ રહેલ ઈકો ગાડીના ચાલકે બ્રેક કરતાંની સાથે જ પાછળ આવી રહેલી બે કારે એક પછી એક પાછળ અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી કરીને પુલ ઉપર ટ્રાફિક જામ થઈ હતો જો કે, અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી પુલ ઉપર ટ્રાફિકજામ થઈ હોવાથી ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને ક્રેનની મદદથી અકસ્માત થયેલ ગાડીઓને રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી કરીને ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શહેરમાં આવવા માટેનો મુખ્ય રસ્તો એટલે કે મયુર પુલ ઉપરથી સોમવારે સાંજના સમયે જ્યારે ટ્રાફિક પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના ભાગે જઈ રહેલી ઈકો ગાડીના ચાલકે પોતાના વાહનને બ્રેક કરી હતી જેથી પાછળના ભાગે આવી રહેલી અન્ય બે ગાડી ઇકો પાછળ એક પછી એક અથડાઈ હતી જેથી કરીને ત્રણ વાહનમાં નુકશાન થયું હતું. અને મયુર પુલ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો આ બનાવની ટ્રાફિક પોલીસને જાણ થતા જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ દિલીપભાઈ ઠક્કર સહિતનો સ્ટાફ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તાત્કાલિક ક્રેન બોલાવીને અકસ્માત થયેલ ગાડીઓને રસ્તા ઉપરથી હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને રસ્તા ઉપર પુનઃ ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો સદ્નસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.






Latest News