હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ


SHARE









મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા તેનું સંકલ્પ પત્ર આજે જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને માળખાકીય સુવિધાઓ પર્યાવરણ ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દાઓને આવરી લઈને લોકોની સુખાકારીમાં ભવિષ્યમાં કઈ રીતે વધારો કરી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મોરબીના લોકોની જન ભાગીદારી થી વડીલોની એક સમિતિ બનાવીને તેમના સૂચનો મેળવીને તેનો અમલ કરીને જે કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં મેર અને કમિશનર સાથે સીધો સંવાદ કરીને લોકોના પાયાના પ્રશ્નો હોય તેનો સ્થળ ઉપર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિતનાઓની હાજરીમાં ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લોકોની સુવિધા વધારો થાય તેવી અનેકવિધ યોજનાઓને આ સંકલ્પ પત્રમાં સમાવી લેવામાં આવેલ છે

ખાસ કરીને માળખાકીય સુવિધાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, શુદ્ધ પાણી, આઇકોનિક રોડ, મચ્છુ નદીનું શુદ્ધિકરણ, રિવરફ્રન્ટ વગેરે જેવી સુવિધાઓને આવરી લેવામાં આવેલ છે આ ઉપરાંત શહેરના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને નવા ભળેલા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ અટકે તથા સુનિયોજિત વિકાસ થાય તે માટે ઝડપથી નવી ટીપી સ્કીમો બનાવી અને તેનું અમલીકરણ કરવું, મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર બાગ બગીચા અને સિનિયર સિટીઝન પાર્ક બનાવવા, તળાવનું રીનોવેશન, વોકિંગ ટ્રેક, લાઇટિંગ-બોટીંગ વિગેરે જેવી સુવિધાઓમાં વધારો કરવો, મહિલા સશક્તિકરણ, પશુ નિયંત્રણ, સાંસ્કૃતિક ભવન ઓડિટોરિયમ, નાગરિક સુવિધાઓ, વ્યવસાયિક બજાર અને રોજગારી, રખડતા શ્વાનનું નિયંત્રણ વગેરે જેવા અનેક મુદ્દાઓને આ સંકલ્પ પત્રમાં સમાવી લેવામાં આવેલ છે.

આટલું જ નહીં પરંતુ જન ભાગીદારીથી મોરબીમાં બદલાવ આવે તે માટે થઈને દર મહિને મેયર અને કમિશનર સાથે સીધો લોકોનો સંવાદ યોજીને લોકોની પાયાની મુશ્કેલીઓને જાણીને તેનો સ્થળ ઉપર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી તથા જુદા જુદા વિસ્તારોમાંથી વડીલોના અનુભવનો ઉપયોગ કરીને વડીલોની સમિતિ બનાવીને તેઓના સૂચનો મેળવી શહેરનો વિકાસ આયોજન પૂર્વક્નો વિકાસ કરવો અને મોરબીના લોકોની કલ્પનાથી પણ વિશેષ મોરબી બનાવવા માટે લોક સંકલ્પ ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.




Latest News