મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત

​​​​મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા દવા પી ગઈ હતી.જેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.તેણીનું સારવાર દરમિયાન મોત નીપજેલ છે.

મોરબી પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હળવદ તાલુકાના ગોકુળીયા ગામ ખાતે રહેતા પરિવારની સીમાબેન પ્રતાપભાઈ ચૌહાણ નામની ૧૭ વર્ષની સગીરા કોઈ કારણોસર ગત તા.૫-૪ ના રોજ ઝેરી દવા પી ગઈ હતી.જેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને તેનું સારવાર દરમિયાન તા.૧૦-૪ ના રોજ મોત થયુ હતું.ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણાએ પ્રાથમિક તપાસ કરી આ અંગે હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના રવાપર ગામે રહેતા મેહુલ પરસોત્તમભાઈ ધોરીયાણી નામના ૨૭ વર્ષના યુવાનને સરદાર બાગ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ ખાતે રહેતા પરિવારની ધારાબેન જયસુખભાઈ નિમાવત નામની ૨૧ વર્ષની યુવતી કોઈ કારણસર ફીનાઇલ પી ગયેલી હોય તેણીને મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવે છે.અને બનાવ સંદર્ભે રાબેતા મુજબની તપાસ કરી હતી.તેમજ વાંકાનેર ખાતે રહેતા કાદરભાઈ ઇબ્રાહીમભાઇ ઉસ્માન નામના ૬૫ વર્ષના વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે વાંકાનેર યાર્ડ નજીક વાહન સ્લીપ થતા ઇજા પામ્યા હોય અહીં સારવાર મોરબી લાવવામાં આવ્યા હતા.

રાજકોટ ખસેડવામાં આવ્યો

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામે રહેતા જયપ્રકાશભાઈ રામનિવાસ પાલ નામનો ૨૫ વર્ષનો યુવાન શિવમ કંપની ખાતે કામ કરતો હતો ત્યારે ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હોય તેને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અહિં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અમરીબેન ખાલીદભાઈ રાઠોડ નામના ૩૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી.જેથી વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.તે રીતે જ ટંકારા તાલુકાના અમરાપર ગામે રહેતા નાઝમીનબેન સરફરાઝભાઈ દેકાવાડિયા નામની ૨૨ વર્ષની યુવતી કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હોય તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો ૧૧ માસનો હોય પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

વાહન અકસ્માત

મોરબીના સામાકાંઠે આવેલ જવાહર સોસાયટી વિસ્તારમાં રહેતા સવજીભાઈ ભીમજીભાઇ બોસિયા (૫૦) તથા રામજીભાઈ કાનજીભાઈ મુછડીયા ડબલ સવારીમાં બાઈકમાં જતા હતા ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા ઈજા પામ્યા હોય બંનેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.




Latest News