વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ


SHARE







મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ

મોરબીના ઘૂટું ગામમાં આવેલ આંબેડકરનગરમાં રહેતા યુવાનને તેના પિતા કામ બાબતે ઠપકો આપતા હતા દરમિયાન બે શખ્સોએ યુવાન પાસે આવીને “મને કેમ ગાળો આપો છો” તેમ કહીને ઉશ્કેરાઈ જઈને યુવાન ઉપર લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને હાથે, પગે, શરીરે અને માથામાં માર માર્યો હતો જેથી યુવાનને માથામાં હેમરાજ જેવી ઇજા થતાં તેને સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં રહેતા મુકેશભાઈ દેવજીભાઈ વોરા (34)સચિનભાઈ દિનેશભાઈ બારોટ અને કિશનભાઇ કમલેશભાઈ બારોટ રહે. બંને ઘુટુ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી તેના ઘર પાસે હાજર હતો દરમિયાન તેના પિતા ફરિયાદીને કામ બાબતે ઠપકો આપતા હતા તેવામાં આરોપી સચિનભાઈએ ત્યાં આવીને કહ્યું હતું કે “મને કેમ ગાળો આપો છો” તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી અને હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને ખભા, વાસા અને કાન પર માર મારીને ઈજા કરી હતી જ્યારે કિશનભાઇએ ફરિયાદીને હાથમાં લોખંડનો પાઇપ માર્યો હતો તથા માથામાં લોખંડનો પાઇપ મારીને હેમરેજ જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News