મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો


SHARE









વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો

વાંકાનેરના કુચીયાદળથી મેસરીયા ગામ ખાતે ગોલો ખાવા માટે કાર લઈને ચાર વ્યક્તિઓ આવ્યા હતા અને ગોલો ખાઈને તેઓ પરત જતા હતા ત્યારે કારનું આગળનું એક ટાયર ફાટ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને કાર રોડ સાઈડમાં લગાવેલ ડિવાઇડરના પતરામાં અથડાઈ હતી જે બનાવમાં કારમાં બેઠેલ 16 વર્ષની સગીરાને પગમાં ગંભીર ઇજા થતાં તેનો પગ કપાઈ ગયો હતો અને અન્ય એક વ્યક્તિને બંને પગમાં ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઈજા પામેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના બામણબોર નવાપરા ખાતે રહેતા રમેશભાઈ ઉર્ફે હકાભાઇ કડવાણી (47)એ સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 કેએચ 1696 ના ચાલક રાહુલભાઈ ધરજીયા રહે. ગારીડા વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓની ઇજા પામનાર દીકરી શ્રદ્ધાબેન ઉર્ફે શારદાબેન (16) તથા વિરાજભાઈ, સંજયભાઈ અને રાહુલભાઈ ધરજીયા સ્વિફ્ટ ગાડીમાં કુચિયાદળ ગામથી મેસરીયા ગામ ખાતે ગોલો ખાવા આવ્યા હતા અને ત્યાંથી ગોલો ખાઈને તેઓ પાછા જતાં હતા ત્યારે રાહુલભાઈ ધરજીયા ગાડી ચલાવતો હતો અને વાંકાનેર બાઉન્ડ્રી ભલગામ પાસે ગાડીનું ખાલી સાઇડનું આગળનું ટાયર ફાટતાં રાહુલભાઈએ ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી રોડ સાઈડમાં લગાવેલ પતરાના ડિવાઈડર સાથે અથડાઈ હતી જે બનાવમાં ફરિયાદીની દીકરી શ્રદ્ધાબેન ઉર્ફે શારદાબેનને જમણા પગમાં ડિવાઇડરનું પતરું લાગતા પગ કપાઈ જતા ગંભીર ઈજા થઈ છે જ્યારે વિરાજભાઈને બંને પગમાં ઈજાઓ થયેલ છે માટે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News