વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ


SHARE







મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને સામે વાળાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ સામેવાળા શખ્સે સ્કોર્પિયો ગાડીમાં આવીને યુવાનના મિત્રની ક્રેટા ગાડીમાં વાહન અથડાવ્યું હતું અને ક્રેટા ગાડીમાં નુકશાન કર્યું હતું જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-1 માં રહેતા શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણ (32સાજીદભાઈ સાબુદીનભાઈ જેડા રહે.યમુનાનગરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં બે દિવસ પહેલા આરોપીના ભાઈ સાથે ફરિયાદીને બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખા રાખીને આરોપીએ ફરિયાદીને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમ્યાન ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં વીસીપરા મેન રોડ ઉપર ગોવિંદભાઈના ડેલા પાસે ફરિયાદી તેના મિત્રની ક્રેટા ગાડી નંબર જીજે 36 એઆર 4143 માં હતા ત્યારે આરોપી તેની સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો હતો અને ક્રેટા ગાડીમાં વાહન અથડાવ્યું હતું જેથી ક્રેટા ગાડીમાં જમણી બાજુના દરવાજામાં, આગળ અને પાછળના બોનેટ-બમ્પરમાં નુકસાન કર્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News