મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાને પોતાના ઘર પાસે બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી દરમ્યાન પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક પાસેથી ચોરાઉ બાઇક સાથે પોલીસ દ્વારા એક શખ્સને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા ગુજરાત સોસાયટી સામે રહેતા રાહુલભાઈ કાંતિભાઈ અંબાલીયા (26)એ અજાણ્યા શખ્સ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 16/4 ના રોજ રાત્રિના 1 વાગ્યેથી લઈને સવારના 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ફરિયાદીના ઘર પાસે પડેલા તેના બાઈક નં જીજે 3 ઇજે 3559 ની ચોરી કરવામાં આવેલ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ છે દરમિયાન મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શ્રદ્ધા પાર્ક પાસે અમરેલી રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં બાઈક નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી દરમ્યાન આ બાઈકની રોહીદાસપરામાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે દિલીપભાઈ ઉર્ફે ઇમરાન રાજેશભાઈ જાની રહે. રોહીદાસપરાની બાજુમાં ખાડા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News