મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ


SHARE







મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક ગરીબ પરિવારની બાળકી, જે વર્ષોથી દુનિયા સ્પષ્ટ રીતે જોઇ શકતી ન હતી અને આ બાળકીને દિવસ દરમિયાન થોડું ઝાંખું દેખાતું અને રાતના સમયે અંધકાર થઈ જતો હતો. આ બાળકીની પીડા અને પરિવારની લાચાર સ્થિતિને સમજતા મુસ્કાન વેલફેર સોસાયટી બાળકીની મદદ માટે આગળ આવી હતી અને આંખના નિષ્ણાત ડૉક્ટર પાસે બાળકીને લઈ જવામાં આવી હતી અને બાળકીના સારાં ભવિષ્ય માટે એટલી પ્રતિબદ્ધ હતી કે જો જરૂરી પડે તો ઓપરેશન કરાવવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર હતી. પરંતુ તપાસ બાદ ડૉક્ટરે જણાવ્યું કે, આ બીમારીનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. આ સાંભળીને એક ક્ષણ માટે આશા ઝાંખી થઈ ગઈ હતી. છતાં ડૉક્ટરે એક નાની આશાની કિરણ દેખાઇ યોગ્ય સારવાર અને દવાઓ દ્વારા આ બીમારીને વધતી અટકાવી શકાય છે. મુસ્કાન વેલફેર સોસાયટીએ તરત જ ડૉક્ટરની સલાહ મુજબ જરૂરી દવાઓ અને આંખના ડ્રોપ્સ પૂરા પાડ્યા હતા. અને બાળકીની સારવાર ચાલુ રાખવાની જવાબદારી સ્વીકારી છે.






Latest News