મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE































હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત

હળવદના ગોલાસણ ગામે રહેતા યુવાનના ભત્રીજા અને ભત્રીજીઓના લગ્નનો પ્રસંગ હતો જેથી કરીને તે પોતાના સાળાના દીકરાને લેવા માટે બાઈક લઈને જઈ રહ્યો હતો દરમિયાન મોરબીના ઊંચી અને નીચી માંડલ વચ્ચે બાપાસીતારામ હોટલ પાસે બોલેરોના ચાલકે પાછળ જોયા વગર વણાંક વાળી લીધો હતો જેથી બાઈક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા મેપાભાઇ કાળાભાઈ સાવડીયા (45)એ બોલેરો પીકપ ગાડી નંબર જીજે 13 એએક્સ 0784 ના ચાલક રમેશભાઈ ઈશ્વરભાઈ સુરાણી રહે. રોયલ પાર્ક સોસાયટી એપાર્ટમેન્ટ-1 બ્લોક નંબર 301 મહેન્દ્રનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ફરિયાદી તથા તેના નાના ભાઈ પરબતભાઈના દીકરા અને દીકરીઓના  લગ્ન લખેલા હતા અને તા. 27/4 ના રોજ ફરિયાદી તથા તેના ભાઈના દીકરા દીકરીઓના લગ્ન હતા જેથી ફરિયાદીનો નાનો ભાઈ બાબુભાઈ કાળાભાઈ સવાડીયા (42) બાઈક નંબર જીજી 36 બીએ 5935 લઈને પોતાના નાના દીકરા રોહિત (13)ને સાથે બાઈક ઉપર બેસાડીને મકાનસર ગામે તેના સાળાના દિકરાને લેવા માટે થઈને જતો હતો તેવામાં બાબુભાઈના ફોનમાંથી ફરિયાદીને ફોન આવ્યો હતો અને તેમાં રોહિતે વાત કરતાં કહ્યું હતું કે, ઊંચી અને નીચે માંડલ નજીક બાપાસીતારામ હોટલ પાસે બોલેરો ગાડી સાથે બાઈકનું એક્સિડન્ટ થયું છે અને પપ્પા બેભાન થઈ ગયા છે તેથી ફરિયાદી અને તેના પરિવારજનોએ તાત્કાલિક પોલીસને આ બનાવની જાણ કરી હતી અને અકસ્માતના આ બનાવમાં બાબુભાઈને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા વધુમાં મળતી માહિતી મુજબ આરોપીએ પોતાનું વાહન મહેન્દ્રનગર ચોકડીથી હળવદ તરફ લઈને જતો હતો ત્યારે ઊંચી અને નીચી માંડલ વચ્ચે બાપાસીતારામ હોટલ પાસેની કટમાં પાછળ જોયા વગર અચાનક તેણે પોતાનું વાહન વણાંક વાળી લીધું હતું અને બોલેરો તથા બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.












Latest News