મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ


SHARE







હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે પૂર્વે આજે મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો સુધી ઇવીએમ મશીન સહિતની મશીનરી તથા સ્ટાફ પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાઓ થઈ જાય તેના માટેની ચૂંટણી વિભાગ દ્વારા તકેદારી રાખવામા આવી રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે તા. 26 ના રોજ મતદાન થવાનું છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની કુલ મળીને 250 જેટલી બેઠકો ઉપર ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન સહિતની મશીનરી તથા સ્ટાફને પહોંચાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા તથા મોરબી તાલુકા પંચાયત અને મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો માટેનું રીસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલીટેકનિક કોલેજ ખાતે રાખવામા આવ્યું છે. ત્યાંથી આજે ઇવીએમ મશીન સહિતની મશીનરી અને સ્ટાફને મતદાન મથક ઉપર રવાના કરવા માટેનું કામ આજે ચૂંટણી વિભાગ દ્વારા આજે કરવામાં આવી રહ્યું છે અને આવતીકાલે સાંજના પાંચ વાગ્યા સુધીના સમય ગાળામાં શાંત પૂર્ણ માહોલમાં મતદાન થાય તેના માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે.

વધુમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, મોરબી મહાનગર પાલિકાના 13 વોર્ડમાં 52 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. અને જિલ્લામાં કુલ 857 મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ 4285 પોલિંગ સ્ટાફ મુકવામાં આવ્યો છે. અને મોરબી મહાનગરતાલુકાજિલ્લા પંચાયતમાં કુલ 857 મતદાન મથકો અને 544 લોકેશનમાંથી 225 મતદાન મથકો અને 163 લોકેશન સંવેદનશીલ છે. ત્યાં પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે.






Latest News