મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીમાં નજીક બોલેરો ગાડીને ડમ્પર ચાલકે ટક્કર મારતા 6 મહિલાને ઇજા


SHARE







મોરબીમાં નજીક બોલેરો ગાડીને ડમ્પર ચાલકે ટક્કર મારતા 6 મહિલાને ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સ્સ સિનેમા સામેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ડમ્પર ચાલકે તે બોલેરો ગાડીને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કુલ મળીને 6 મહિલાઓને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સ્સ સિનેમા પાસેથી બોલેરો ગાડી પસાર થઈ હતી ત્યારે તે બોલેરો ગાડીને ડમ્પરના ચાલાકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં વનિતાબેન ગફારભાઈ ખલીફા (35), ઝરીનાબેન શકીલભાઈ બુખારી (40), કૂલસુમબેન ઈકબાલભાઈ (35), રફીદાબેન ઇમરાનભાઈ (35), ફરજાનાબેન સોયેબભાઈ મકરાણી (45) અને શિલ્પાબેન વિજયભાઈ અગેચાણીયા (30) નામના છ મહિલાઓને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

પાસા હેઠળ જેલ હવાલે

માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડવેલા શખ્સની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા આમીન ઉર્ફે ટકી ઈસ્માઈલભાઈ મોવર રહે, વેણાસર તાલુકો માળીયા મિયાણા વાળાને પાસા હેઠળ ડીટેઇન કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News