મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત


SHARE









મોરબીના ઘુટુ ગામ નજીક આખલા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત

મોરબીના ઘુટુ ગામ નજીકથી આધેડ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇક આડે આખલો આવ્યો હતો જેથી બાઇક આખલા સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મોરબી નજીકના સનાળા ગામે રહેતા ભરતભાઈ કૃષ્ણકાંત પરમાર (54) નામના આધેડ રાત્રીના સમયે ઘુટુ ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે આખલો આવ્યો હતો અને આખલા સાથે બાઈક અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ભરતભાઈ પરમારને ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઈ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી અને તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આધેડ ગ્રામ્ય વિસ્તારમાં વાસણની ફેરી મારવાનું કામકાજ કરતા હતા અને તેઓ વાંકડા અને ઝીકિયારી ગામ તરફથી રાતના સમયે પોતાના ઘર તરફ પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેના બાઇક સાથે આખલો અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે.

યુવાનને માર માર્યો

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા ઘનશ્યામભાઈ સોલંકી (48) નામનો યુવાન વાડી હતો ત્યારે ત્યાં તેને ત્રણ લોકોએ માર માર્યો હતો જેથી ઇજા પામેલા હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News