મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત: મોરબીની જી.કે.હોટલમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત


SHARE









મોરબીમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી 4 વર્ષના બાળકનું મોત: મોરબીની જી.કે.હોટલમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક કોઈ કારણોસર પાણીની કુંડીમાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મનુભાઈ મકવાણાનો ચાર વર્ષનો દીકરો આદિત્ય અમૃત ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ પાણીની કુંડીમાં કોઈપણ કારણોસર પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં આવેલ ત્રાજપર ચોકડી નજીક જી.કે.હોટલ ખાતે હાલમાં રહેતા મૂળ છત્તીસગઢના રહેવાસી મનોજ ગિરધરલાલ ગુપ્તા (60) નામના વૃદ્ધને ગત તા. 11/5 ના રાત્રીના 9:30 થી લઈને બીજા દિવસે સવારના 9:00 સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે હાર્ટએટેક આવી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની દીપકભાઈ ધીરેન્દ્રનાથ (55) રહે. હાલ જી.કે. હોટલ ત્રાજપર ચોકડી પાસે મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News